આજ અવસર અધિક રૂડો આવીયોરે, ૪/૪

  પદ-૪/૪

પદ-૩૫૪
આજ અવસર અધિક રૂડો આવીયોરે,
મળ્યા શ્રીજી મહારાજ ભગવાન, ભલા થઇને ભજો ભગવાનને રે.
એક પલનો ઉધારો ન રાખશો રે, ઝટ ધારો વીરા વર્તમાન.              ભલા.
આજ ઉદય થયાં પુણ્ય આપણારે, મળ્યા સર્વોપરી મહારજ;
જેણે અર્થે અવતાર ધર્યો આપણેરે, તે તો સફળ થયાં સહુ કાજ.       ભલા
ઘણાં દર્શન દીધાં નિજ દાસનેરે, ઘણા પાવન કીધાં નરનાર;
ઘણાં સુખડા આપ્યાં અલબેલડેરે, ઘણા કષ્ટો કાપ્યાં કરતાર.   ભલા.
ગુન્હા ગણતાં નથી ઘનશ્યામજીરે, નથી જોતાં એ જાત કુજાત;
મળ્યા નારણદાસના નાથજી, વાલો પ્રગટ પ્રભુ સાક્ષાત  ભલા.
 

મૂળ પદ

પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી