આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;૧/૪

 પદ-૧/૪(રાગ :લાલ વહાંરે ચડો તો વેલા આવજોરે)

પદ-૩૫૫
આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;
        સાથે મુક્તોની મંડળી લાવિયારે.                  આજ.
ભલા ભકતોના મનમાં ભાવીયારે;
        મેં તો મોંઘે મોતિડે વધાવિયારે.                   આજ.૧
મેં તો રસ્તાને સ્વરછ કરાવિયારે;
        મેં તો ચોકમાં ચંપા રોપાવિયારે.                  આજ.
 મેં તો ચંદનથી ઓરડા લીપાવિયારે;
        તેને લીલા પીળા રંગથી રંગાવિયારે.         આજ.૨
મેં તો ગાદીને તકિયા બીછાવિયારે;
        મારા પ્રભુજીને પ્રીતે પધારાવિયારે.             આજ.
હીરા મોતીના હાર ગુંથાવીયારે,
        મારા વાલાજીને કંઠે પેરાવિયારે.                  આજ.૩
વાલે અમૃતના મેઘ વરસાવિયારે;
        પેલા દુરીજનને દીલમાં દઝાવિયારે.          આજ.
હરિભક્ત નારણદાસ ગાય છેરે;
        મારા વાલાજીને વારણે જાય છે રે.             આજ.૪

મૂળ પદ

આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

શ્રીજી પધાર્યા
Studio
Audio
3
0