મારા હરિવર હૈડાના તમે હર છોરે;૨/૪

પદ-૨/૪

પદ-૩૫૬

મારા હરિવર હૈડાના તમે હર છોરે;

મારા પ્રીતમજી પ્રાણના આધાર છોરે.મારા.

તમે સત્સંગના શ્રીજી શણગાર છોરે;

તમે ભક્તિ ધર્મના કુમાર છોરે.મારા.૧

તમે વિશ્વમાં વ્યાપક ને બહાર છોરે;

તમે પુરુષ પ્રકૃતિની પાર છોરે.મારા.

તમે માણકી ઘોડીના અસવાર છોરે;

તમે પ્રેમી તે જનના પ્યાર છોરે.મારા.૨

તમે દાસોનાં દુઃખ હરનાર છોરે;

તમે કલ્યાણના કરનાર છોરે.મારા.

તમે માધવ મુકુંદને મોરાર છોરે;

તમે સેવકના સુખ ભંડાર છોરે.મારા.૩

તમે અચળ અખંડ અવિકારી છોરે;

તમે અવતારના અવતારી છોરે.મારા.

હરિભકત નારણદાસ ગાય છેરે;

નાથ નિરખી આનંદ ઉર થાય છેરે.મારા.૪

મૂળ પદ

આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી