મન ગમતા મોહન ઘેર આવજોરે;૩/૪

પદ-૩/૪

પદ-૩૫૭

મન ગમતા મોહન ઘેર આવજોરે;

દાસ જાણીને દયા દિલ લાવજોરે.મન.

જેમ રાખો પ્રભુ તેમ રીજીયેરે;

આપ અર્થે કુરબાન કાયા કીજીયેરે.મન.૧

જેવો તેવો હું દાસ પણ તાહરો રે;

હાથ ઝાલો હરિવર માહરોરે.મન.

હું તો માળા ભજુ તારા નામનીરે;

નથી કાયા માયા કશા કામનીરે.મન.૨

મોટા ભક્તોનાં માન વધારીયારે;

સદા સેવકનાં કાર્ય સુધારીયારે.મન.

તમે મુક્તિનો માર્ગ બતાવિયોરે;

મારા ઉરમાં આનંદ ઉપજાવિયોરે.મન.૩

તમે ભક્તોનાં મન સ્થિર થાપીયાંરે;

તમે દર્શન આપીને દુઃખ કાપિયાંરે.મન.

હરિભક્ત નારણદાસ ગાય છેરે;

ભલી ભક્તિ કરવાને ચિત્ત ચહાય છે રે.મન.૪

મૂળ પદ

આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી