આજ શ્રીજી મહારાજ ભજો ભાવથીરે;૪/૪

 પદ-૪/૪

પદ-૩૫૮
આજ શ્રીજી મહારાજ ભજો ભાવથીરે;
                ભવ તરશો નારાયણ નામ નાવથીરે.         આજ.
જેનું સ્વામી સહજાનંદ નામ છેરે;
                તેનું અક્ષર અપાર મોટું ધામ છેરે.              આજ.૧
જેને ગાયા ગોપાળનંદ સ્વામીયેરે;
                બહુ મોટા કીધા બહુનામીયેરે.                       આજ.
મુક્તાનંદજી મહંત મોટા સંત છેરે.
                બીજા ભક્તો બ્રહ્માંડમા અનંત છેરે.             આજ.૨
દાદા ખાચર દરબાર ભકતરાજ છેરે;
                જેના શ્રીજી મહારાજ શિરતાજ છેરે.             આજ.
ઝીણાભાઇએ જાણ્યા જગદિશનેરે;
                અતિ રાજી કર્યા અક્ષર ઇશનેરે.                   આજ.૩
ભકત પર્વત પુરા ઘનશ્યામનારે;
                તે તો મુક્ત કહેવાય અક્ષરધામનારે.         આજ.
હરિભક્ત નારણદાસ ગાય છેરે;
                હરિ ભક્તિનો લાભ લેવા ચહાય છે રે.      આજ.૪
 

મૂળ પદ

આજ શ્રીજી મહારાજ ભલે આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી