શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;૧/૪

પદ-૧/૪(રાગ :સખી ગોકુલ ગામના ચોકમાંરે)

પદ-૩૫૯

શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;

તોય શ્રીજી મહારાજ નવ છોડીયેરે.ટેક.

ભલે ગમે તેવું દુઃખ પડે દેહનેરે,

ભલે થવા કાળ હોય તેમ થાય.તોય.૧

કોઇ હાંશી હસવું ને કરે ઠેકડીરે, ભલે વેર કરી લીયે કોઇ ધન;

કોઇ માયા બતાવી મને ભોળવેરે,

ભલે કાપે તરવારથી તન.તોય.૨

ભલે નાત નડે વઢે દારા દિકરારે, ભલે વેર કરી દિયે કોઇ ઝેર;

ભલે ધમકી મુકીને દિયે ધાસ્તીરે,

ભલે આપે નહિ અન્ન કોઇ શેર.તોય.૩

ઘણા મોંઘા મળ્યા ઘનશ્યામજીરે, ઘડી છેટે મુક્યા કેમ જાય;

સર્વે મુદો આવ્યો સખી હાથમાંરે,

હરિભકત નારણદાસ ગાય.તોય.૪

મૂળ પદ

શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી