પુરા ભકત પ્રહલાદને પ્રમાણીયેરે, જેને બાપે દીધું ઘણું દુઃખ;૨/૪

પદ-૨/૪

પદ-૩૬૦

પુરા ભકત પ્રહલાદને પ્રમાણીયેરે, જેને બાપે દીધું ઘણું દુઃખ;

તોય ભુલ્યા નહિ ભગવાનનેરે.ટેક.

વિભીષણને વિશેષ વખાણીએરે,

દુઃખ દીધું અધિક દશ મુખ.તોય ભુલ્યા.૧

પાંચ પાંડવ અધિક રૂડા રાજવીરે, ફર્યા વનમાં સંગે લઇ નાર;

ભકત નાગર નરસિંહ નંદલાલનોરે,

તેને નાતે કર્યા નાત બહાર.તોય.

ભકત મીરાંએ મહારસ માણીયોરે, તેને દીધું હળાહળ ઝેર;

સાચા ભકત સુદામાને જાણવારે,

તેને મળ્યું ન અન્ન એક શેર.તોય.૩

ભકત વિદુર ભલો ભગવાનનોરે, કર્યો ત્યાગ દુર્યોધન રાય;

એવા ભક્તો વહાલા ભગવાનનેરે,

હરિભકત નારણદાસ ગાય.તોય.૪

મૂળ પદ

શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી