હરિભક્તો હિમ્મત ઘણી રાખજોરે, નથી વાંધો કલ્યાણમાં કાંય.૩/૪

પદ-૩/૪

પદ-૩૬૧

હરિભક્તો હિમ્મત ઘણી રાખજોરે, નથી વાંધો કલ્યાણમાં કાંય.

છતે દેહે પામ્યા અક્ષરધામનેરે.ટેક.

મહા મુક્તો મળ્યા અક્ષરધામનારે,

મળ્યા શ્રીજી મહારાજ સુખદાય.છતે.૧

મોક્ષ પામ્યા આત્યંતિક આપણેરે, હવે છોડ્યું માયિક અભિમાન;

અતિ ઉદય થયાં પુણ્ય આપણારે,

મળ્યા સ્વામિનારાયણ ભગવાન.છતે દેહે.૨

અહો ધન્ય દિવસ ઘડી આજનીરે, થયો લાભ અતિ મોટો અપાર;

મારા ઉરમાં આનંદ ઘણો વાધીયોરે,

મળ્યા પ્રાણપતિ અક્ષર આધાર.છતે દેહે.૩

હવે સંસારમાં શીદ આવિયેરે, તોડી નાખ્યો ભવાબ્ધિનો ફંદ;

મળ્યા નારણદાસના નાથજી રે,

જેનું નામ શ્રી સહજાનંદ.છતે દેહે.૪

મૂળ પદ

શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0