આવો અક્ષરપતિને સહુ આશરેરે, કરો ભક્તિ અધિક નરનાર;૪/૪

 પદ-૪/૪

પદ-૩૬૨
આવો અક્ષરપતિને સહુ આશરેરે, કરો ભક્તિ અધિક નરનાર;
                સદા શ્રીજી મહારાજ સુખ આપશેરે.                            ટેક.
ભલી ભાતે ભજો ભગવાનનેરે,
                તજો કાયા કોટિ વિકાર;સદા                                      શ્રીજી.૧
એક રહેણી ને એક ટેક રાખજોરે, નવ ચુકશો ભક્તિ લગાર;
નિયમ નિશ્ચેમાં ફેર નવ પાડશોરે,
                ભજો ભાવ ધરી ભક્તિ કુમાર.સદા                             શ્રીજી.૨
શિક્ષાપત્રી વચન સદા પાળજોરે, ખુબ શ્રદ્ધા ને પ્રેમ સહિત;
અતિ મહાત્મ્ય જાણી મહારાજનું રે,
                કરો પ્રભુમાં પૂરણ પ્રીત.સદા                                     શ્રીજી.૩
બ્રહ્મ થઇને ભજો પરિબ્રહ્મનેરે, કરો આત્મા ને અક્ષરનો ભાવ;
મળ્યા નારણદાસનો નાથજીરે,
                મહામૂર્તિ મનોહર માવ.સદા                                      શ્રીજી.૪
 

મૂળ પદ

શિર સાટે શ્રીજીને સદા સેવીયેરે, કદી ધામ ધરા દામ વામ જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી