સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;૧/૪

પદ-૧/૪(રાગ :આજ મારે ઓરડેરે આવ્યા અવિનાશી)

પદ-૩૬૩

સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;

અવની ઉપરે રે ભક્તિધર્મતણા કુમાર.૧

અક્ષરધામનારે મોટા મુગટમણી મહારાજ;

તે હરિ આવીયારે શુકજી સરખાના શિરતાજ.૨

અગણિત જીવનુંરે વાલો કરવાને કલ્યાણ;

દયાળુ દયા કરીરે જગમાં આવ્યા જીવન પ્રાણ.૩

ધર્મ સ્થાપવારે ધાર્યો ધરણીપર અવતાર;

કળીમળ કાપવારે આવ્યા અક્ષરના આધાર.૪

અવની ઉપરેરે વહાલો વિચર્યા વારંવાર,

નારાયણદાસનોરે સ્વામી મુક્તિના દાતાર.૫

મૂળ પદ

સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી