કાઠિયાવાડમાંરે કીધો શામળીએ સત્સંગ;૨/૪

 પદ-૨/૪ પદ-૩૬૪

કાઠિયાવાડમાંરે કીધો શામળીએ સત્સંગ;

કાઠી કઠણ ઘણારે તેને અંગે ચઢીયો રંગ.

એ પણ જાણવોરે મોટો પ્રગટનો પ્રતાપ;

સહજાનંદજીરે અક્ષરવાસી આપો આપ.

ગઢપુર શહેરમાંરે દાદા ખાચરને દરબાર;

રસિયો રમ્યા જમ્યારે તેનો ગણતાં નાવે પાર.

ધન્ય એ ધામનેરે ધન્ય એ પુરવાસી નરનાર;

નીર્ખે ઘડી ઘડીરે અવિચળ અક્ષરના આધાર.

લક્ષ્મીબાગમાંરે વાલો રંગ રમ્યા બહુવાર;

નારણદાસનોરે સ્વામી શોભાના શણગાર.

મૂળ પદ

સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી