ગીરધર આવજોરે ગઢપુરવાસી મારે ઘેર;૪/૪

પદ-૪/૪
પદ-૩૬૬
 
ગીરધર આવજોરે ગઢપુરવાસી મારે ઘેર;લેરી લાવજોરે મારી ઉપર મોટી મહેર.
અંગો અંગમાંરે રૂડા પહેરીને શણગાર;વેલા આવજોરે મારા હૈડા કેરા હાર.
ઢોલીયો ઢાળીયોરે મેં તો ત્રીકમજી તમકાજ;મોટા માનથી રે તમને બેસાડું મહારાજ.
જમવા કારણે રે કીધાં ભોજનિયાં બહુ ભાત;જીવન જમી કરીરે કરજો વાલમ રૂડી વાત.
પ્રીતમ પુરજોરે મારા હૈડા કેરી હામ;નારણદાસનારે સ્વામી છોગાળા ઘનશ્યામ. ૫ 

 

મૂળ પદ

સજની આ સમેરે આવ્યા અવતારી આધાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી