સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;૧/૫

પદ-૧/૫(રાગ :વાલા રમઝમ કરતાં કા'ન મારે ઘેર આવોરે)

પદ-૩૭૨

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

સખી વિસારીને ઘરકામ જોવા ઝટ ચાલોરે.૧

સખી વાટે વિચરતાં વખાણ વાલાજીનાં કરીયેરે;

સખી નિરખીને નટવરનાથ ભવ જળ તરીયેરે.૨

સખી અક્ષરના આધાર પોતે પધાર્યારે;

સખી તારવા જીવ અપાર સંત સુધાર્યારે.૩

એવા ભકતવત્સલ ભગવાન પર ઉપકારીરે;

મળ્યા નારાયણદાસનો નાથ દેવ મોરારીરે.૪

મૂળ પદ

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી