સખી ગોમતીમાં ઘનશ્યામ નટવર નાહ્યારે;૨/૫

પદ-૨/૫

પદ-૩૭૩

સખી ગોમતીમાં ઘનશ્યામ નટવર નાહ્યારે;

સખી નાહ્યારે સંત તમામ હરિગુણ ગાયારે.૧

સખી તે ગોમતીમાં આજ આપણે નાહીયેરે;

સખી નાતાં ને ધોતાં આજ નિરમળ થાઇએરે.૨

જેનાં પુણ્ય તણો નહિ પાર તે જન નહાશેરે;

નહિ માને જે નરનાર તે માર ખાશેરે.૩

સખી આપણા ભાગ્ય અપાર મોહન મળીયા રે;

સખી નારાયણદાસનો નાથ અઢળક ઢળીયારે.૪

મૂળ પદ

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી