સખી સભા સજી બેઠા શ્યામ ગોમતી પાળેરે;૩/૫

પદ-૩/૫

પદ-૩૭૪

સખી સભા સજી બેઠા શ્યામ ગોમતી પાળેરે;

સખી વાનર બેઠો એક આંબા ડાળેરે.૧

તેને સાન કરી સુખધામ પાસે બોલાવ્યોરે;

તે તો હરખ ધરી મનમાંય સભા મધ્યે આવ્યોરે.૨

તેને માળા આપી મહારાજ ભાવે ભજાવીરે;

એક રામકથાની ચોપાઇ નાથે બોલાવીરે.૩

સહુ અચરજ પામ્યા સંત અહો અહો કે'છેરે;

હરિભકત નારણદાસ ભજી લાવો લે છેરે.૪

મૂળ પદ

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી