સખી ડભાણમાં સુખધામ ડંકો દીધોરે;૪/૫

પદ-૪/૫

પદ-૩૭૫

સખી ડભાણમાં સુખધામ ડંકો દીધોરે;

સખી મહેર કરી મહારાજ મહારૂદ્ર કીધોરે.૧

એક અશ્વને ચોરવા કાજ જોબન આવ્યારે;

તેને ઘોડે ઘોડે ઘનશ્યામ આપે દેખાયારે.૨

તેણે જાણ્યા ખરા ભગવાન દર્શન કીધાંરે;

ચોરી આદિ કપટનાં કામ સર્વે છોડી દીધાંરે.૩

એવા મોટા અતિ મહારાજ અંતર જામીરે;

મળ્યા નારણદાસનો નાથ સમરથ સ્વામીરે.૪

મૂળ પદ

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી