સખી સાભરમાં ભગવાન નાવા સિધાવ્યારે;૫/૫

પદ-૫/૫

પદ-૩૭૬

સખી સાભરમાં ભગવાન નાવા સિધાવ્યારે;

ત્યાં તો ગંગાજી આપો આપ હરખે આવ્યારે.૧

વળી એક સમે અલબેલ ઉમરેઠ આવ્યારે;

એક મુંગા વિપ્રની પાસ વેદ બોલાવ્યારે, ૨

એવા પર્ચા તણો નહિ પાર કેટલા કહિયેરે;

તેને ગાતાં ને સુણતાં આજ પાવન થઇએરે.૩

કોટિ ભક્તોનાં કીધાં કલ્યાણ તે જગ જાણેરે;

એવા નારાયણદાસના નાથ વેદ વખાણેરે.૪

મૂળ પદ

સખી વડતાલ મોટું ધામ વસ્યા મારો વાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી