શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;૧/૪

પદ-૧/૪(રાગ :ઓરા ઓરાને આવોરે નટવર નાનડીયા)

પદ-૩૭૭

શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;

તેમાં દ્વિજ ધર્મદેવરે પવિત્ર પ્રેમવતી.૧

તેમને ઘેર પ્રકટ્યારે પુરુષોત્તમ હરિ;

સહજાનંદ સ્વામીરે મોહન મેહર કરી.૨

ધર્મ રક્ષણ કરવારે ધર્મ ઘેર દેહ ધર્યો;

આસુરી મદ હરવારે વિશેષ વિચાર કર્યો.૩

ધન્ય ધર્મકુંવરનેરે પધાર્યા પ્રાણપતિ;

દાસ નારાયણ કે;છેરે કૃપા કરી આજ અતિ.૪

મૂળ પદ

શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી