જેના ચરણ કમળનું રે મોટા મોટા ધ્યાન ધરે;૨/૪

પદ-૨/૪
પદ-૩૭૮
 
જેના ચરણ કમળનું રે મોટા મોટા ધ્યાન ધરે;
તે ધામ ધર્મનેરે બાળ ચરિત્ર કરે.
જેને પામવા જોગીરે વનમાં દેહ દમે;
તે તો ભક્તિ ભુવનમાંરે રસીયો રંગ રમે.
જેના નામની માળારે અહોનિશ ભકતો ભજે;
શુક નારદ જેવારે સદા પણ સેવા સજે.
અહો ધન્ય ધર્મનેરે ભક્તિનાં ભાગ્ય અતિ;
દાસ નારાયણ કે'છેરે જેની હરિ ચરણે મતિ. ૪ 

મૂળ પદ

શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી