ધર્મકુંવર આવ્યારે ધરણી ઉપરે, ૨/૪

પદ-૨/૪

પદ-૩૮૨

ધર્મકુંવર આવ્યારે ધરણી ઉપરે,

કોટિક જનનાં કરવાને કલ્યાણજો;

ભવાબ્ધિ સિંધુથી પાર ઉતારવા,

સત્સંગરુપી આપ ચલાવ્યું વહાણજો, ધર્મ.૧

ધર્મ એકાંતિક સ્થાપ્યો આ સંસારમાં,

કળીમળ કપટી કહાડ્યો સત્સંગ બહારજો;

રીત ચલાવી સર્વોત્તમ સત્સંગમાં,

નિયમ ધર્મ સહુ પાળે નર ને નારજો.ધર્મ.૨

દીન દયાળુ દાસતણાં દુઃખ કાપવા,

અઢળક ઢળીયા અક્ષરના આધારજો;

દાસ નારાયણ કે'છે આ સંસારમાં,

નહિ માને તે ખાશે જમનો મારજો.ધર્મ.૩

મૂળ પદ

અક્ષરના વાસી રે અવની આવીયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી