સુખદાયક સ્વામીરે સહજાનંદજી, ૩/૪

પદ-૩/૪

પદ-૩૮૩

સુખદાયક સ્વામીરે સહજાનંદજી,

દુઃખનો દરિયો સઘળો આ સંસારજો;

સમજીને સત્સંગી થઇએ આપણે,

હરિ ભજીને ઉતરીએ ભવ પારજો.સુખ.૧

હરિકથા કીર્તનમાં હેત વધારીએ,

સંત સમાગમ કરીયે આઠે જામ જો;

અવગુણ ના લઇએ રે હરિ હરિજનનો,

રાજી કરીયે છોગાળો ઘનશ્યામજો.સુખ.૨

આતમનિષ્ટા દ્રઢ અંતરમાં રાખીએ,

હરિ મહિમાથી મન પવિત્ર થાયજો;

દાસ નારાયણ નિત્ય ભજો ભગવાનને;

આનંદ મૂર્તિ અખિલ ભુવનનો રાયજો.સુખ.૩

મૂળ પદ

અક્ષરના વાસી રે અવની આવીયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી