મોહનવર આવોરે, મારા મોલમાં, ૪/૪

પદ-૪/૪

પદ-૩૮૪

મોહનવર આવોરે, મારા મોલમાં,

પ્રેમ ધરીને લાગું તમને પાયજો;

વહાલપણાની વાતો કોડે કીજીએ,

પરમ અલૌકિક આનંદ ઉરમાં થાયજો.મોહન.૧

ખાંતિલા ખુબીરે કરીયે આપણે,

નટવર મારા નેણાંના શણગારજો;

રાજી થઇને રમીયે જમીયે આપણે,

હરજી મારા હઇડાના છો હારજો.મોહન.૨

પ્રાણસ્નેહી પ્રેમ ધરી પધારજો,

નથી અમારે બીજા કોઇની આશજો;

અચલ ભરોસો અંતરમાં છે આપનો,

કર જોડીને કે'છે નારાયણદાસજો.મોહન.૩

મૂળ પદ

અક્ષરના વાસી રે અવની આવીયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી