માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.૧/૪

પદ-૧/૪(રાગ :ગઇતીરે હું તો ગાવલડી દોવા)

પદ-૩૮૫

માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.મા.

કેસરવરણી મનવેગી ચાલે;વખાણીછે વિશ્વપતિ વહાલે.મા.

એનારે તપજપમાં નથી ખામી;બિરાજે છે અંગપર બહુનામી.મા.

સેવા સજી લાભ ઘણો લીધો, હરિરસ પ્રેમધરી પીધો.મા.

અક્ષ્રય સુખ આપ્યું અવતારી;નારાયણદાસ બલિહારી.મા.

મૂળ પદ

માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી