કીધોરે મેં તો સત્સંગ શિર સાટે, ૨/૪

પદ-૨/૪
પદ-૩૮૬
 
કીધોરે મેં તો સત્સંગ શિર સાટે,
હવે નથી બીતિ મુઆ માટે.               કીધો.૧
લારે વિના બીજું નથી ગમતું;
રહ્યું રે મન રસિયામા રમતું.              કીધો.૨
સગપણ કીધું શામળીયા સાથે;
વેચાણી હું તો હરિવરને હાથે.            કીધો.૩
લીધું રે મેં તો બળીયાનું બહાનું;
પડ્યું રે મારૂં અક્ષરમાં પાનું.              કીધો.૪
નારાયણદાસ કહે સાચું;
હરિ પાસે હરિભક્તિ જાચું.                કીધો.૫ 

મૂળ પદ

માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી