ધન્ય દિવસ ઘડી આજનીરે;૨/૨

પદ-૨/૨

પદ-૩૯૦

ધન્ય દિવસ ઘડી આજનીરે;

ધન્ય ધર્મકુળ ચંદ.મળ્યા મને માવજીરે.ટેક.

દર્શન દીધાં દયા કરીરે;શ્રીહરિ સહજાનંદ.મળ્યા મને.૧

સર્વોપરી સુખ આપિયારે;કાપીયાં દુઃખનાં ઝાડ. મળ્યા મને.૨

અક્ષરધામનાં આ સમેરે;આપે ઉઘાડ્યાં કમાડ. મળ્યા મને.૩

સોનાનો સુરજ ઉગીયોરે;મોતીના વરસ્યા મેઘ. મળ્યા મને.૪

સાકરના તો કરા પડ્યાંરે;વિપત્તિના ગયા વેગ. મળ્યા મને.૫

ભાગ્ય અહો ધન્ય આપણારે;ધન્ય ધર્યો અવતાર. મળ્યા મને.૬

નારાયણદાસના નાથજીરે;અક્ષરના આધાર. મળ્યા મને.૭

મૂળ પદ

આજે અક્ષરપતિ આવીયારે;મહેર કરી મહારાજ.અક્ષરપતિ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી