સ્વામિનારાયણ નામનો મહિમા અતિ ભારી; ૧/૧

પદ-૧/૧(રાગ :પઢોરે પોપટ રાજા રામના)

પદ-૩૯૧

સ્વામિનારાયણ નામનો મહિમા અતિ ભારી;

શ્વાસે ઉશ્વાસે સંભારતાં થાય મન અવિકારી.સ્વામી.ટેક.૧

સ્વામિનારાયણ નામથી જાય રોગ ભવાબ્ધિ,

જગ માયા જંજાળની આવે પલકમાં અવધી.સ્વામી.૨

સ્વામિનારાયણ નામથી જાય જમરા ડરીને;

અજાણથી આ મારગે નહિ આવે ફરીને.સ્વામી.૩

સ્વામિનારાયણ નામથી ભાગે ભૂત ને પ્રેત;

ડાકણ સાક્ણ દુરથી જાયે કુટુંબ સમેત.સ્વામી.૪

સ્વામિનારાયણ નામનો અતિ પ્રતાપ મોટો;

નારાયણદાસના નાથનો નથી જગમાંહી જોટો.સ્વામી.૫

મૂળ પદ

સ્વામિનારાયણ નામનો મહિમા અતિ ભારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી