સખી આજ અક્ષરવાસીરે, અવનીપર આવીયારે;૧/૨

પદ-૧/૨(રાગ :આજ મોહન દીઠારે શેરીએ આવતારે)

પદ-૩૯૨

સખી આજ અક્ષરવાસીરે, અવનીપર આવીયારે;

પંચ શત પ્રીત કરીનેરે, પરમહંસ લાવીયારે.સખી.૧

દયા કરી દાદા ખાચરનારે, વસ્યા દરબારે;

હર્યા ફર્યા હેતે ને પ્રીતેરે, હાટને બજારે.સખી.૨

પરમારથ કારણ પોતેરે, પ્રભુજી પધારિયારે;

ભકતોને ભવજળ તાર્યારે, આસુરી સંહાર્યારે.સખી.૩

અહો ધન્ય ધન્ય દિવસનેરે, ઘડી ધન્ય આજનીરે;

નારણદાસ ભક્તિ કરે છેરે, શ્રીજી મહારાજનીરે.સખી.૪

મૂળ પદ

સખી આજ અક્ષરવાસીરે, અવનીપર આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી