સખી આજ નટવર નિખર્યારે, સભામાં શોભતારે;૨/૨

પદ-૨/૨

પદ-૩૯૩

સખી આજ નટવર નિખર્યારે, સભામાં શોભતારે;

જોઇ જગદિશ પ્રભુનેરે, હરિજન લોભતારે.સખી.૧

મુગટમણી માથે બીરાજેરે, હાથે કડાં હેમનાંરે;

મીઠાં લાગે મોહન મુખનાંરે, વચન અતિ પ્રેમનાંરે.સખી.૨

બાંયે બાજુ કાજુ બીરાજેરે, કુંડળ છબી કાનમાંરે;

હૈડા પર હાર ગુલાબીરે, ધારૂં તેને ધ્યાનમાંરે.સખી.૩

ઝીણી પોતી ધોતી રૂપાળીરે, પેરી રળિયામણીરે;

નારાયણદાસના સ્વામીરે, સાહ્ય કરો અમણીરે, સખી.૪

મૂળ પદ

સખી આજ અક્ષરવાસીરે, અવનીપર આવીયારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી