મનમોહન મંગળકારી, ઉરમાં વસો અવતારી; ૧/૧

પદ-૧/૧(રાગ :મેમાન થયા તમે મારા)

પદ-૩૯૪

મનમોહન મંગળકારી, ઉરમાં વસો અવતારી;

દીનબંધુ દેવ મોરારી.ઉરમાં.ટેક.

છો અખીલ ભુવનના રાજા, ઇશ એકને સેવક ઝાઝા;

નવ મુકે મુનિવર માઝા.ઉરમાં.૧

ભુધર ભક્તિના જાયા, મમ સંગ વધારો માયા;

કરૂં અર્પણ તન મન કાયા.ઉરમાં.૨

છોગાળા છોગાં મેલી.આવો અન્ત વખતના બેલી;

જીવન જોવા થઇ ઘેલી.ઉરમાં.૩

શ્રીજી સંકટના હારી, ગુણવંત સદા ગીરધારી;

જાય દાસ નારાયણ વારી.ઉરમાં.૪

મૂળ પદ

મનમોહન મંગળકારી, ઉરમાં વસો અવતારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી