વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;૧/૪

પદ-૧/૪(રાગ :બાર બાર વરસે નવાણ ગરાવ્યાં)

પદ-૩૯૫

વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;

દર્શન કરવાને ભવજળ તરવા ભેટવા ભક્તિનો લાલોરે.૧

ગોમતીમાં નાવને હરિગુણ ગાવા આનંદ અંતર આજરે;

ઘરડાનું કામ ગમે નહિ કરવું સેવીયે સંત સમાજરે.૨

સુરજ સહજાનંદ મારી બેની મુક્તમણી મહારાજરે;

હરિજન ગાજે ને દુરિજન દાઝે સત્સંગમા હરિ છાજેરે.૩

અક્ષરવાસી મળ્યા અવિનાશી ભય સઘળો મારો ભાંગ્યોરે;

નારણદાસના નાથ પધાર્યા દેશમાં ડંકો વાગ્યોરે.૪

મૂળ પદ

વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી