ધન્ય ધન્ય ગુજરાત દેશ મારી બેની ૨/૪

પદ-૨/૪

પદ-૩૯૬

ધન્ય ધન્ય ગુજરાત દેશ મારી બેની ધન્ય ધન્ય વડતાલ ધામરે;

ધન્ય ધન્ય હાટ બજાર મારી બેની વાલે કર્યો વિશ્રામરે.૧

લક્ષ્મીનારાયણ દેવ બીરાજ્યા દર્શન કરે નરનારરે;

ધંટ ઘડીયાળ ને નોબત વાજે ચોઘડિયાં ઘડી ચારરે.૨

આકાશમાં ધ્વજા ફરફર ફરકે દુર થકી દેખાયરે;

કંચન કળશ અખંડ બીરાજે શોભા કહી નવ જાયરે.૩

ભીડભંજન હનુમંત બીરાજે ગણપતિ ગુણ ભંડારરે;

નારાયણદાસના નાથજી મળ્યા ઉતરીયા ભવપારરે.૪

મૂળ પદ

વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી