રામનવમીનો સમૈયોરે આવ્યો વડતાલ જઇએ વેલારે;૩/૪

પદ-૩/૪

પદ-૩૯૭

રામનવમીનો સમૈયોરે આવ્યો વડતાલ જઇએ વેલારે;

થાઓ તૈયાર બની હોશિયાર હરિજન થઇને ભેળારે.૧

વાટે જતાં વાતો કરીયે વાલાની મગન થઇ મનમાંયરે;

મારગ જાતાં ને હરિગુણ ગાતાં કોટી જજ્ઞ ફળ થાયરે.૨

લક્ષ્મીનારાયણ દેવને નીર્ખી પાપી તે પાવન થાયરે;

આનંદ પામીને ભાંગવા ખામી ગોમતીમાં નાવા જાયરે.૩

બાઇ ને ભાઇ હરિજન સર્વે જુજવે આરે નાહ્યરે;

નિયમ ન ચુકે ટેક ન મુકે દાસ નારાયણ ગાયરે.૪

મૂળ પદ

વાલો વસ્યા વડતાલ મારી બેની ઝટપટ જોવાને ચાલોરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી