શ��રીજી મહારાજ મારે મંદિરે પધારો થાળ ભરી આજ હું તો; ૧/૧

પદ-૧/૧(રાગ :સાહેબ સલૂણા)

પદ-૩૯૯

શ્રીજી મહારાજ મારે મંદિરે પધારો થાળ ભરી આજ હું તો;

મોંઘે મોંઘે મોતિડે વધાવું મારા પીયુડા મોંઘે મોંઘે મોતિડે વધાવું.

ફૂલડાંના હાર ભલા કંઠમાં પહેરાવું.

હાથ જોડી નાથ હું તો રૂડાં વચનથી રીઝાવું;

મારા પીયુડા રૂડાં રૂડાં વચનથી રીઝાવું ટેક.

પીળીસી પામરી ને જરિયાની જામો તેમાં ઝીણા ઝીણા બુટ્ટા પડવું.

સોનાની સુતળી ને હાર તે હીરાનો તેમાં લાલ લીલા રત્ન જડાવું.

સંપત્તિ સિવાય અમે સેવા શું કીજીયે,

ઘણા મુલા નાથ આગળ હાથ જોડી રીજીયે;

પ્યારા પધારો તો પ્રેમ રસ પીજીયે,

નારાયણદાસને ચરણ સેવા દીજીયે, શ્રીજી.૧

મૂળ પદ

શ્રીજી મહારાજ મારે મંદિરે પધારો થાળ ભરી આજ હું તો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી