બાનાની પત રાખો રાજ, બાનાની પત રાખો, ગુન્હા અમારા લાખો રાજ ૧/૧

બાનાની પત રાખો રાજ, બાનાની પત રાખો;
	    	ગુન્હા અમારા લાખો રાજ...બાનાની૦ ટેક.
ગિરિ શિખર પર ટિટોડી બેઠી, ગાતી ગોવરધનધારી;
	એક સમે તેને તૃષા લાગી, પાયું વિઠ્ઠલવર વારી...રાજ૦ ૧
કૌરવ સભામાં દ્રૌપદી કેરાં, પટકુળ પૂર્યાં મુરારી;
	લાક્ષાગૃહથી પાંડવ પાંચે, લીધા લાલ ઉગારી...રાજ૦ ૨
પારાધિ બાણથી હોલી ઉગારી, ગજની વારે ધાયા;
	માંજારીનાં તમે બચ્ચાં બચાવ્યાં, કુબજાના નાથ કહેવાયા...રાજ૦ ૩
સીતાને સારુ તમે સેતુ બાંધી, રાવણને જઈ માર્યો;
	શબરીનાં તમે બોર આરોગ્યાં, પ્રહલાદ ભક્ત ઉગાર્યો...રાજ૦ ૪
સુધન્વાની તમે સહાય કરીને, ઉગાર્યો છે ચંદ્રહાસ;
	એ રીતે પ્રભુ અમને ઉગારો, કહે છે નારાયણદાસ...રાજ૦ ૫
 

મૂળ પદ

બાનાની પત રાખો રાજ બાનાની પત રાખો

મળતા રાગ

નાટકી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી