હરિજન આવો રે મળવા, હરિગુણ ગાવા ને સાંભળવા;૧/૨

પદ-૧/૨(રાગ :શોભા શી કહું રે રૂડી)

પદ-૪૦૨

હરિજન આવો રે મળવા, હરિગુણ ગાવા ને સાંભળવા;

હરિ મંદિરમા રે આવો, મોહનજીને મનડે ભાવો.૧

સંત સમાગમ રે કીજે, હરિરસ હેતે પ્રીતે પીજે;

હરિ રસ લાગે રે મીઠો, એવો મેં તો નવખંડમાં નવ દીઠો.૨

આનંદ ઉચ્છવ રે કરીયે, નટવર નીર્ખી અંતર ઠરીયે;

હરિજન બેઠા રે ફરતા, વચ્ચમાં દામોદર દુઃખ હરતા.૩

મૃદંગ વાગેરે ઘેર્યો, તાલ મંજીરાને ભૂંગેર્યો;

કીર્તન બોલેરે પ્રીતે, દાસ નારાયણ પ્રેમસહિતે.૪

મૂળ પદ

હરિજન આવો રે મળવા, હરિગુણ ગાવા ને સાંભળવા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી