શ્યામ સલૂણોરે શોભે, હરિને જોઇને હરિજન લોભે;૨/૨

પદ-૨/૨

પદ-૪૦૩

શ્યામ સલૂણોરે શોભે, હરિને જોઇને હરિજન લોભે;

મુગટ ધર્યો છે રે માથે, બાજુ બાંધ્યા છે બે હાથે.૧

જરીનો પેર્યો રે જામો, તે જોઇ હરિજન આનંદ પામો;

શિર પર શોભે રે તોરો, કટીપર કનક તણો કંદોરો.૨

કાને કુંડળરે છાજે, હૈડા ઉપર હાર બિરાજે;

રેશમી ધોતી રે પે'રી ઓપે ઉપરણી સોનેરી.૩

સુંદર કરમાં રે સોટી, તે જોવા મન વૃતિ ચોટી;

લેરખડાનું રે લટકું, તે જોઇ મનડું મારૂ અટક્યું.૪

હસતાં મનડું રે હેરે, નિહાલ કર્યો મને આણે ફેરે;

મંગલ મૂર્તિરે પ્યારી, દાસ નારાયણ જાય બલીહારી.૫

મૂળ પદ

હરિજન આવો રે મળવા, હરિગુણ ગાવા ને સાંભળવા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી