નટવર નિરખ્યારે વાલમજી વડતાલે; ૧/૧

પદ-૧/૧(રાગ :પ્રીતમ પધારોરે ઘેર મારે ગીરધારી)

પદ-૪૦૪

નટવર નિરખ્યારે વાલમજી વડતાલે;

સભા કરી શામળીયે વાલે ગોમતીજીની પાળે.નટવર.૧

શિરપર પાઘ સોનેરી શોભે તિલક કર્યું છે ભાલે.નટવર.૨

આંખડલી અણિયાળી દીસે ટીબકડી તે ગાલે.નટવર.૩

મરમાળે મોજડીયોં પહેરી ચાલે ચટકતી ચાલે.નટવર.૪

નારણદાસના નાથજી મળ્યા દુઃખ નથી કોઇ કાળે.નટવર.૫

મૂળ પદ

નટવર નિરખ્યારે વાલમજી વડતાલે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી