સત એક સહજાનંદ ભગવાન છેરે બીજું સર્વે કુડા કુડજો; ૧/૧

પદ-૧/૧(રાગ :હવે તમે નંદજી ગોકુળ સંચરો)

પદ-૪૦૫

સત એક સહજાનંદ ભગવાન છેરે બીજું સર્વે કુડા કુડજો;

કાયા માયા નહિ તારા કામનીરે એક દિન થાશે ધુળમા ધુળજો.સ.

જગનું સુખ તે ઝાકળ જેટલુંરે જેવું નદીએ આવે પુરજો;

એવું ધન જોબનને જીવવુંરે ઉડી જશે આકડાનું જેમ તુર જો.સ.

આ સૌ જુઠી બાજી જાણવી રે, જેવી વાદળ કેરી છાંય જો;

જેવા ધુમાડાનાં બાચકા રે જેવા ભુતના ભડકા થાય જો.સત.

માટે સેવો સાચા સંતને રે કરજો હરિવચન વિશ્વાસ જો;

ત્યારે તમે ભવના ફેરા છુટશો રે સંત એમ કે'છે નારણદાસ જો.સ.

મૂળ પદ

સત એક સહજાનંદ ભગવાન છેરે બીજું સર્વે કુડા કુડજો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી