આવ્યા આવ્યા આવ્યા પ્રભુજી ગોવિંદ ગઢડે આવ્યારે;૧/૨

પદ-૧/૨             પદ-૪૦૬            
(રાગ :વરઘોડો વરઘોડો વાલમનો વરઘોડોરે)                     
આવ્યા આવ્યા આવ્યા પ્રભુજી ગોવિંદ ગઢડે આવ્યારે;
લાવ્યા લાવ્યા લાવ્યા રે સાથે મોટા મોટા મુક્તો લાવ્યારે.
નાહ્યા નાહ્યા નાહ્યારે નટવર નારણ ધરામાં નાહ્યારે;
ગાયા ગાયા ગાયારે સંતે ગોવિંદ ગુણ ગાયારે.                 
ખેલ્યા ખેલ્યા ખેલ્યા ખાંતીલો ખળખળીયામાં ખેલ્યારે;
ભેળા ભેળા ભેળા ભૂધરજી સંત હરિજનની ભેળારે.            
વાળી વાળી વાળી વાલીડે રંગડાની રેલ્યો વાળીરે;             
ટાળી ટાળી ટાળીરે પીડા નારણદાસની ટાળીરે.                ૪

મૂળ પદ

આવ્યા આવ્યા આવ્યા પ્રભુજી ગોવિંદ ગઢડે આવ્યારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી