આવોને પ્રભુ અક્ષરપતી અવતારી.૧/૨

પદ-૧/૨(રાગ :સામેરી)                 પદ-૪૦૮

આવોને પ્રભુ અક્ષરપતી અવતારી.
અક્ષરપતી મને છતિ કરો સૌમાં, અતિ ઘણું હેત વધારી;
લટકંતા લાલ મારે મંદિર પધારો વાલા, હાર પેરીને હજારી. આ.
દેવકીના જાયાને જસોમાને ધાવ્યા, ગોકુળમાં ગાયો ચારી;
ઇંદ્રનો ગર્વ ઉતાર્યો મારાવાલા, ગોવરધન કર ધારી. આ.
કંશનો વંશ તમે કહાડ્યો કૃષ્ણજી માસી તે પુતના મારી;
વ્રજની નારી તમે વળવળતી મૂકી, મથુરા પધાર્યા મોરારી. આ.
સીતાને સારૂ તમે રાવણને માર્યા, દ્રૌપદીની લાજ વધારી;
નારણદાસના નાથજી પધારો, ચરણ કમળ પર વારી. આ.

 

મૂળ પદ

આવોને પ્રભુ અક્ષરપતી અવતારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી