મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારારે૧/૨

પદ-૧/૨(રાગ :સામેરી, સખી નાવલીયો નવરંગ)

પદ-૪૧૦

મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારારે

મારા હૈડા કેરા હાર કામણગારારે.ટેક.

છેલ છબીલા શામળારે મનહર મોહનરાય;

પ્રેમધરીને પધારજોરે હું તો લાગુ તમારે પાય.પ્રીતમ.૧

શોભાના સાગર છો તમેરે સુંદર શ્રી ઘનશ્યામ;

વાલમ વેલા આવજોરે મારૂં પાવન કરવા ધામ.પ્રીતમ.૨

સર્વના કારણ છો હરિ રે શ્રીજી સર્વાધાર;

નારણદાસના નાથજી વાલા મોક્ષ તણા દાતાર.પ્રીતમ.૩

મૂળ પદ

મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારારે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી