વાલા કેસર ભીના કાન મારે ઘેર આવોરે.૨/૨

પદ-૨/૨

પદ-૪૧૧

વાલા કેસર ભીના કાન મારે ઘેર આવોરે.

મને હેત કરી ભગવાન હસીને બોલાવોરે;

રસિક સલૂણા રાજવીરે રૂપાળા રંગરેલ.

લટકાં કરતાં લાલજીરે તમે છોગાંવાળા છેલ.મારે.૧

મીઠડા બોલા માવજીરે નટવર નંદકુમાર;

મુજપર હેત વધારજોરે વાલા સૃષ્ટિનાં રચનાર.મારે.૨

ગાયો ચારીને ગિરિવરધારી કુંજવિહારી કાન;

નારણદાસના નાથજીરે વાલા ભવતારણ ભગવાન.મારે.૩

મૂળ પદ

મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારારે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી