જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું, છોગલિયાની શી કહું વાત ૧/૧

જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું, છોગલિયાની શી કહું વાત-છેલાજીનું૦;
	ઘણું શોભે છે સોનેરી પાઘમાં, છોગલિયાની નવલી ભાત-છેલા૦ ૧
ફર ફર ફર ફરકે છોગલિયું, ઝળ ઝળ ઝળ ઝળકે તાર-છેલા૦;
	ફૂલ તોરા ગુલાબી લહેકે છે, ત્યાં ભ્રમર કરે છે ગુંજાર-છેલા૦ ૨
માંહી મોંઘા મણિ ને હીરા છે, રૂડી લટકે મોતીડાની લ્હેર-છેલા૦;
	છેલ છોગાળા છોગલિયા મેલીને, પ્રભુ આવોને આપણે ઘેર-છેલા૦ ૩
ઝીણી ઝીણી રે ભાત છે જામાની, જમણા હાથમાં લાલ રૂમાલ-છેલા૦;
	મળ્યા નારણદાસનો નાથજી, નીરખીને થઈ છું નિહાલ-છેલા૦ ૪
 

મૂળ પદ

જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું, છોગલિયાની શી કહું વાત

મળતા રાગ

ઢાળ : એક દિવસ આવોને મારે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી