અવનીપર આઠે જામ ગઢપુર ગાજે છે;૧/૨

 પદ-૧/૨         પદ-૪૧૩

અવનીપર આઠે જામ ગઢપુર ગાજે છે;
મારે વાલે કર્યો વિશ્રામ ગઢપુર ગાજે છે.
અભય પુત્ર ઉત્તમ નરપતી દાદાખાચર જેનું નામ;
તેને ઘેર ત્રીકમ રહ્યા સુખદાયક શ્રી ઘનશ્યામ.             ગઢપુર.૧
ધન્ય છે ઉત્તમ રાયના ઓરડા ઓસરી આંગણા ને ચોક;
બેઠા ઉઠ્યા હરિ હેતમાં ધન્ય મેડી હવેલી ને ગોખ.      ગઢપુર.૨
ચોક મધ્યે છે લીમડો ત્યા સંતોને લડાવ્યા લાડ;
સભા સજી બેઠા શ્રી હરિ ધન્ય ધન્ય એ લીમડો ઝાડ.  ગઢપુર.૩
લટકાળે લીલા કરી ગઢપુરમાં ઘેર ઘેર;
રમ્યા જમ્યા રસિયો અતિ ધન્ય એ ગઢપુર શહેર.        ગઢપુર.૪
સરીતા શહેર સમીપમાં ઘેલા જેનું નામ;
મોટા સંત નાહ્યા અતિ ઘણું, ઘણું નાહ્યા ઘનશ્યામ.      ગઢપુર.૫
ખળખળીયે ખેલ રચાવિયો નારાયણ ધરે નરવીર;
સહસ્ત્ર ધરામાં શ્રીહરિ વાલો નાહ્યા છે નિર્મળ નીર.       ગઢપુર.૬
રાધાવાવ રળિયામણી રસિયો રમ્યા છે રંગ;
લક્ષ્મીબાગમાં લહેર કરી સુખકારી સખાને સંગ.          ગઢપુર.૭
લેહેરી આવ્યા લેહેરમાં મહેર કરી મહારાજ;
નારણદાસના નાથજી ગઢપુરમાં ગરીબ નિવાજ.        ગઢપુર.૮
 

મૂળ પદ

અવનીપર આઠે જામ ગઢપુર ગાજે છે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી