ગઢપુર આવ્યા ગોવિંદજી દાદાખાચરને દરબાર હો લાલ ગઢપુર૧/૨

પદ-૧/૨(રાગ :ગોકુલ આ......વો શ્રીનાથજી)
પદ-૪૧૬
 
ગઢપુર આવ્યા ગોવિંદજી દાદાખાચરને દરબાર હો લાલ ગઢપુર
સભા સજીને બેઠા શ્રીહરિ પ્રીતમ પ્રાણતણા આધાર હો લાલ.
ધન્ય ધન્ય ઓસરી આંગણા ચોક ને ધન્ય ધન્ય શેરી હાટ બજાર હો.
હરિવર હર્યા ને ફર્યા છે હેતમાં રસિયો રમ્યા જમ્યા બહુવાર હો.
લક્ષ્મીબાગમાં બહુ લીલા કરીરે તેનો ગણતાં નાવે પાર હો.
ઉન્મત્ત ગંગામાં અલબેલડો નાહ્યા અક્ષરના આધાર હો.
ગઢપુર ગોવિંદજીને ગોઠીયુંરે સ્થાપ્યા ગુણવંત ગોપીનાથ હો.
પાવન કીધાં સહુ નર નારને રે મળ્યા નારાયણદાસનો નાથ હો. 

મૂળ પદ

ગઢપુર આવ્યા ગોવિંદજી દાદાખાચરને દરબાર હો લાલ ગઢપુર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી