મારી જીભલડી જગદિશ જપો રૂડી રીતેરે;૨/૨

પદ-૨/૨

પદ-૪૧૭ (રાગ :હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણીરે)

મારી જીભલડી જગદિશ જપો રૂડી રીતેરે;

મારા કાન કથામૃત પાન કરો નિત્ય પ્રિત્યેરે.૧

મારા હાથ હરિની હંમેશ સેવા કરજોરે;

મારા ચરણ તિર્થમાં સદાય અહોનિશ ફરજોરે.૨

મારા લોચનિયાં હરિરૂપ સદાય નિરખજોરે;

મારૂં ચિત્તડું હરિના ચરણ કમળમાં રહેજોરે.૩

મારૂ મસ્તક મોહનરાય પાય નિત્ય નમજોરે;

મને ગોવિંદજી ઘટમાંય ઘણેરા ગમજોરે.૪

મારૂ તન મન ધન હરિ ચરણ પરાયણ થાજોરે;

દાસ નારણ નિર્મળ મન હરિગુણ ગાજોરે.૫

મૂળ પદ

ગઢપુર આવ્યા ગોવિંદજી દાદાખાચરને દરબાર હો લાલ ગઢપુર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી