મારા પુણ્ય તણો નહીં પાર મળીયા અક્ષરના આધાર ૧/૧

પદ-૧/૧(રાગ :નરહરિ નંદલાલ ભજો ગોવિંદ ગોપાલ)

પદ-૪૧૮

મારા પુણ્ય તણો નહીં પાર મળીયા અક્ષરના આધાર.ટેક.

અક્ષરવાસી સુખના રાશી અવિનાશી અલબેલ;

ગર્ભવાસનો ત્રાસ મટાડ્યો છોગાવાળા છેલ.મારા.૧

કર્મ કાળ ને માયા શક્તિ બંધનકારી જેહ;

પ્રગટ હરિને શરણે જઇને છુટી હવે તેહ.મારા.૨

નટવર પામી પીડા વામી ખામી ગઇ ખોવાઇ;

ચોરાસીની ફાંસી છુટી આંટી ઘાંટી ગઇ.મારા.

સર્વ ધામના ધામી વાલો સર્વ દેવના દેવ;

સર્વ ઇશના ઇશ્વર જે છે તેની મારે સેવ.મારા.

ભવ બ્રહ્માને ઇંદ્ર ચંદ્ર અમર નર આરાધે;

મુનિવર જેનું ધ્યાન ધરે ને જોગી જોગ સાધે.મારા.

સંસારી લોક્ડીયાં છોને બોલે ગમે તેમ;

પૂરણ પ્રભુ મુજને મળીયા મુકું હવે કેમ.મારા.

કૃતાર્થ મુજને કીધી છે અલબેલાએ આજ;

દાસ નારાયણ કે'છે વાલે રાખી મારી લાજ.મારા.

મૂળ પદ

મારા પુણ્ય તણો નહીં પાર મળીયા અક્ષરના આધાર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી