આજ મારે શ્રીજી મહારાજ ઘેર આવ્યા; ૧/૧

 પદ-૧/૧(રાગ :આજ મેં તો દીઠા વાલાને વાટ)

પદ-૪૨૦
આજ મારે શ્રીજી મહારાજ ઘેર આવ્યા;
        મોંઘે મોંઘે મોતિડે વધાવ્યારે બેની.આજ.          ટેક    
શ્રીજી મહારાજ સદા સુખના છે સિંધુ;
        ભકતોને દિવ્ય ધામ દિધુંરે બેની.                       આજ.૧
શ્રીજી મહારાજ સદા સર્વેના સ્વામી;
        સનાતન ધામના ધામીરે બેની.                           આજ.૨
શ્રીજી મહારાજ સદા સર્વેથી મોટા;
        બીજા શ્રીજીથી છોટારે બેની.                               આજ.૩
શ્રીજી મહારાજ સદા સર્વેના કર્તા;
        વાલો કર્તા થકા છે અકર્તારે બેની.                      આજ.૪
શ્રીજી મહારાજ સદા સર્વેથી ન્યારા;
        એ તો નારણદાસ પ્યારારે બેની.                        આજ.૫
 

મૂળ પદ

આજ મારે શ્રીજી મહારાજ ઘેર આવ્યા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી