આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે ૧/૨

આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે;
			વાલો આવ્યા છે ગઢડામાંય, ગિરિવરધારી રે...ટેક.
દાદાખાચરના દરબારમાં-અવ૦, ઘણું રમ્યા જમ્યા જગરાય-ગિરિ૦ ૧
ત્યાંથી તે સ્વામી સીધાવિયા-અવ૦, જઈ કીધો જૂનાગઢ વાસ-ગિરિ૦;
	સંતોને લાડ લડાવિયા-અવ૦, હરિભક્તોની પૂરી છે આશ-ગિરિ૦ ૨
ત્યાંથી તે પ્રભુ પધારિયા-અવ૦, વાલો આવ્યા છે અમદાવાદ-ગિરિ૦;
	નરનારાયણ સ્થાપિયા-અવ૦, તે અંતરમાં રાખવા યાદ-ગિરિ૦ ૩
ત્યાંથી તે વાલો વિચર્યા-અવ૦, જઈ વસ્યા જયતલપુર ધામ-ગિરિ૦;
	જગન કીધો જગના પતિ-અવ૦, સુખકારી સદા ઘનશ્યામ-ગિરિ૦ ૪
ત્યાંથી ચતુરવર ચાલિયા-અવ૦, આવી કીધો છે વડતાલે વાસ-ગિરિ૦;
	રંગ રમ્યા રળિયામણો-અવ૦, ગુણ ગાવે નારાયણદાસ-ગિરિ૦ ૫
 

મૂળ પદ

આ છપૈયાપુરથી સંચર્યા, અવતારી રે

મળતા રાગ

ઢાળ : મા પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી