પાતળિયાલાલ પ્રેમધરી આવોને મારે આંગણે; ૧/૧

પદ-૧/૧

પદ-૪૨૩(રાગ :સુણ વાંસડલી વેરણ થઇ લાગીરે વ્રજની નારને)

પાતળિયાલાલ પ્રેમધરી આવોને મારે આંગણે;

અલબેલાજી હેતે પ્રીતે રમીયે જમીયે આપણે.ટેક.

અલબેલા આવો એકાંતે, નિશંક થઇને નિરાંતે;

ખુબી કરવાને બહુ ખાંતે.પાતળિયા.૧

વાતોથી હેત વધારીને, ફૂલડેથી સેજ સમારીને;

રહું હાજર તન મન વારીને.પાતળિયા.૨

રસિયાજી રૂદિયા પર રાખુ, કદી કઠણ વચન નવ કહી દાખું;

વિઝણલો લઇને વા નાખું.પાતળિયા.૩

ત્રીકમજી આંખોના તારા, મનગમતા મોહનવર મારા;

નારાયણદાસ તણા પ્યારા.પાતળિયા.૪

મૂળ પદ

પાતળિયાલાલ પ્રેમધરી આવોને મારે આંગણે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી